ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના લીમખેડામાં તમાકુ નિયંત્રણ કાયદા અંતર્ગત 65 કેસ નોંધી, 15 હજારથી વધુનો દંડ ફટકારાયો - Reported 65 cases under Tobacco Control Act

જિલ્લાના લીમખેડા તાલુકામાં ટાસ્ક ફોર્સ સ્કોવોર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 65 વિરુદ્ધ કેસ નોંધી 15,200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

લીમખેડામાં તમાકુ નિયંત્રણ કાયદા અંતર્ગત 65 કેસ નોંધી, 15 હજારથી વધુનો દંડ ફટકારાયો
લીમખેડામાં તમાકુ નિયંત્રણ કાયદા અંતર્ગત 65 કેસ નોંધી, 15 હજારથી વધુનો દંડ ફટકારાયો

By

Published : Jun 23, 2020, 1:09 AM IST

દાહોદ : જિલ્લાના લીમખેડા તાલુકામાં જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કોવોર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તાલુકામાં આ અંગેના 65 કેસ નોંધી રૂપિયા 15,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જિલ્લાના લીમખેડા તાલુકા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ડી.એન.પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર લીમખેડા ડો.સી.એમ.મછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કોવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં એન.ટી.સી.પી ટીમ, તાલુકા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રના પ્રયાસથી તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કાયદાની અમલવારી અને દંડ વસૂલાત તેમજ જાહેર સ્થળો પર પ્રતિબંધ અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તાલુકામાં COTPA-2003ની કલમ 6 હેઠળ 65 કેસ નોંધી રૂપિયા 15,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details