દાહોદ જિલ્લામાં વર્ષાઋતુમાં સંભવિત કુદરતી આફતોઓ સામે અગમચેતી રૂપી પગલાં લેવા માટેની પ્રિ-મોન્સુન બેઠક કલેકટર કચેરીનાં સભાખંડમાં જિલ્લા સમાહર્તા વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અધતન કરવા તેમજ વિભાગ હસ્તકના તમામ બચાવ અને રાહતના સાધનોની વિગત અપડેટ કરી પ્લાનમાં સમાવિષ્ટ કરવા જણાાવ્યું હતુ. પહેલી જુનથી કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરવામાં આવનાર છે, ભારે વરસાદ દરમિયાન એકશન પ્લાનના અમલીકરણ બાબત તથા પૂર-વાવાઝોડા સમયે બચાવ, રાહત, પુર્નવસનની કામગીરીનું અત્યારથી જ આયોજન કરવાના રહેશે. તેમજ લાઇફ જેકેટ, લાઇફ બોયા તથા આશ્રય સ્થાનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવાના રહેશે. તમામ નગર પાલિકાઓના ચીફ ફાયર ઓફિસરઓએ આકસ્મિક સંજોગો માટે પૂરતી તૈયારી કરીને રાખવાની રેહશે.
આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક યોજાઇ - dhd
દાહોદઃ દાહોદ જિલ્લામાં આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક કલેકટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદનના સરદાર પટેલ સભાખંડ મુકામે યોજાઇ હતી.
આ ઉપરાંત પ્રિ-મોન્સુન બેઠકમાં સિંચાઇ વિભાગ, આરોગ્ય વિભાગ, મધ્ય ગુજરાત વીજ કંપની લી., માર્ગ અને મકાન વિભાગ, જી.એસ.આર.ટી.સી., વન વિભાગ, પોલીસ વિભાગ, અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બી.એસ.એન.એલ., ફિશરીઝ વિભાગ, ડી.આર.એમ. વેસર્ટન રેલવે, માહિતી વિભાગ દ્રારા કરવાની કામગીરી તથા લેવાની તકેદારી બાબત સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સમીક્ષા કરતાં જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર એમ.જે. દવે, આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી તેજસ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી વી.એ. ખાંટ, ઝાલોદના નાયબ કલેકટર અને પ્રાન્ત અધિકારી એસ.ડી. ચૌધરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહયા હતા.