ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ લાઈનમાં પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવા દાહોદ પોલીસ વડાનો આદેશ - summer

દાહોદઃ જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય પંથકમાં પાણી માટે પોકારો પડી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ લાઈનમાં ભવિષ્યના પાણીની તંગીને ધ્યાનમાં રાખી ઓછું પાણી વાપરવા નોટીસ જાહેર કરી છે. તેમજ નોટીસનો ઉલ્લંઘન કરનારનો રિપોર્ટ કરવા પણ આદેશ કરતા બેફામ પાણીનો ઉપયોગ કરનારામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

વીડિયો

By

Published : May 4, 2019, 9:39 AM IST

ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં પાણી માટે કકળાટ શરૂ થયો છે. કાળઝાળ ગરમીમાં દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણીનો પોકાર પડી રહ્યો છે, તો પાણી માટે બેડા લઈને નીકળતી મહિલાઓ પણ જોવા મળી રહી છે. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં કડાણા ડેમનું પીવાનું પાણી આવી રહ્યું છે.

હાલ ઉનાળાની સીઝન દરમિયાન દાહોદ નગરપાલિકા દ્વારા ઓછા પ્રેશરથી પાણીનો પૂરવઠો આપવામાં આવી રહ્યો છે. જેના કારણે પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે. આ સમસ્યાના નિવારણ સ્વરુપે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અગમચેતીના પગલારૂપે કરકસરયુક્ત પાણીના વપરાશ કરવા નોટીસ જાહેર કરી છે. પોલીસ લાઈનમાં ગાડીઓ થવી અને પાણીનો બગાડ નહીં કરવા માટે પણ નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

દાહોદ પોલીસ લાઈનમાં કરકસરયુક્ત પાણીનો વપરાશ કરવા જિલ્લા પોલીસ વડાનો આદેશ

તેમજ જિલ્લા પોલીસ વડાના આદેશ છતાં પણ તેનું ઉલ્લંઘન કરનાર પાલિકા પુરવઠા વિભાગના કર્મચારીઓ પર વધુ પ્રેશરથી પાણી આપવા દબાણ નહીં કરવાનું આદેશ પણ કરાયો છે. તેમ છતાં પણ જિલ્લા પોલીસ વડાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારનો રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જેના કારણે પાણીનો વેડફાટ કરનારાઓ લોકોમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. જ્યારે કરકસરયુક્ત પાણી વાપરનારા અને ભવિષ્યમાં થનારી સમસ્યા સામે લીલા જિલ્લા પોલીસ વડાની કામગીરીને બિરદાવી પણ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details