વૈશ્વિક સમસ્યા બનેલ પર્યાવરણ જાળવણી સંદર્ભે દાહોદ શહેરમાં વન વિભાગ અને દાહોદ નગરપાલિકા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વનવિભાગની કચેરીએથી નીકળેલી મુકામે પર્યાવરણ જાગૃતિ રેલી સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોક નગરપાલિકા દેસાઈ વિસ્તારમાં થઈને પસાર થઈ હતી.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી કાઢવામાં આવી
દાહોદઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદમાં વનવિભાગ અને દાહોદ નગરપાલિકા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. તેમજ દાહોદ શહેરમાં વિવિધ NGO દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ દ્વારા પેદા કરેલી સમસ્યા માણસે જાતે જ ઉકેલવાના આશય સાથે નીકળેલી રેલીમાં જોડાયેલા લોકોએ વૃક્ષ વાવો, જંગલ બચાવોના નારા શહેરના રાજમાર્ગો ગજવ્યા હતા. શેઠશ્રી ગીરધરલાલ સંસ્કાર કેન્દ્ર અંતર્ગત ચાલતા સંસ્કાર એડવેન્ચર સંસ્થા અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના મુખ્ય માર્ગો પર પર્યાવરણના ટેબલા સાથે પર્યાવરણ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ ડોક્ટર ગુંદર વાલાના દવાખાના નજીક 35 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે શહેરની વિવિધ NGO દ્વારા તેમજ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પર્યાવરણ વિશે લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.