દાહોદઃ જિલ્લામાં લોકડાઉન થયાના ચોથા દિવસે ફળ ફ્રૂટ અને શાક માર્કેટમાં છૂટક ખરીદી કરવા માટે લોકોની ભીડ એકત્રિત થઈ રહી હતી. છે જેથી કોરોના વાઇરસને સંક્રમણ થવાની શક્યતા વધી ગઇ હતી. જેથી જિલ્લા કલેક્ટરે અગમચેતીના ભાગરૂપે શાકભાજી માર્કેટમાંથી છૂટક ખરીદી કરવા જનારા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.
શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં છૂટક સામાન ખરીદનાર પર પ્રતિબંધઃ દાહોદ કલેક્ટર - દાહોદ સમાચાર
દાહોદ જિલ્લામાં લોકડાઉન થયાના ચોથા દિવસે ફળ ફ્રૂટ અને શાક માર્કેટમાં છૂટક ખરીદી કરવા માટે લોકોની ભીડ એકત્રિત થઈ રહ્યી હતી. જેથી કલેક્ટરે પ્રતિબંધ લગાવ્યો છે.
દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા શાકમાર્કેટમાં સવારના સમયે ખરીદી કરનાર લોકો પર શાક માર્કેટમાં આવવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે ફક્ત શાક માર્કેટમાંથી જથ્થામાં શાકભાજી ખરીદનારાઓને પ્રવેશી શકશે, તેવું દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ વધુમાં જણાવ્યું હતુ કે, દાહોદ શહેરમાં નિર્ધારીત કરવામાં આવેલી નવ જગ્યાઓ પર શહેરીજનોને સરળતાથી જીવનજરૂરી શાકભાજીઓ મળી રહેશે. જેથી છુટક શાકભાજી લેવા માટે શાકભાજી માર્કેટની જગ્યાએ નિર્ધારિત શાકભાજીના વેચાણ સ્થળો પર જઈને મેળવી લેવા અનુરોધ કર્યો છે.