ગુજરાત

gujarat

ETV Bharat / state

Dahod Crime News: ખાનગી બસમાં ડ્રાઈવર અને કંડકટરે મહિલા સાથે 2 વાર કર્યો બળાત્કાર, બંને ઝડપાયા - મોરબી પોલીસ

દાહોદમાં બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ખાનગી બસમાં મુસાફરી કરતી મહિલાને ધાકધમકી આપી ડ્રાઈવર અને કંડકટરે 2 વાર બળાત્કાર કર્યો. મોરબી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Private Tourist Bus Woman Passenger Driver Conductor 2 times Rape Morbi Police

ખાનગી બસમાં ડ્રાઈવર અને કંડકટરે મહિલા સાથે 2 વાર કર્યો બળાત્કાર, બંને ઝડપાયા
ખાનગી બસમાં ડ્રાઈવર અને કંડકટરે મહિલા સાથે 2 વાર કર્યો બળાત્કાર, બંને ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 9:53 PM IST

ચાલુ બસમાં મહિલાને ધાકધમકી આપી ડ્રાઈવર અને કંડકટરે 2 વાર બળાત્કાર કર્યો

દાહોદઃ ખાનગી બસમાં મહિલા મુસાફર પર ડ્રાઈવર અને કંડકટરે 2 વાર બળાત્કાર કર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પીડિતાને ધાકધમકી આપીને ચાલુ બસમાં રાત્રે આ કાંડ કરવામાં આવ્યો છે. પીડિતાએ બસમાંથી ઉતર્યા બાદ પોતાના પતિને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કરતા પતિએ પોલીસને સત્વરે જાણ કરી હતી. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ મધ્ય પ્રદેશથી મોરબી આવી રહેલ ખાનગી બસમાં બળાત્કારની ઘટના ઘટી છે. 8મી તારીખે અમરદિપ ટ્રાવેલ્સની ખાનગી બસમાં આશરે 30 વર્ષીય મહિલા મધ્ય પ્રદેશના રાજગઢથી મોરબીના હળવદ રોજગાર અર્થે મુસાફરી કરી રહી હતી. આ બસ ગરબાડા ચોકડી પાસેથી પસાર થતા રાત્રે મુસાફરો સુતા હતા. આ તકનો લાભ લઈ બસના ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ ભીલે પીડિતાને ધાકધમકી આપી ડરાવી હતી. ત્યારબાદ 2 વાર પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાને પોતાની જાનનું જોખમ લાગતા મુસાફરી દરમિયાન ચૂપ રહી હતી. સવારે મોરબી પહોંચતા પીડિતાએ પોતાના પતિ તથા મુસાફરો ને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પતિ અને અન્ય મુસાફરોએ સત્વરે 181 અભ્યમ ટીમનો સંપર્ક કર્યો.

પોલીસ કાર્યવાહીઃ મોરબી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ખાનગી બસના ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ ભીલની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને આરોપી વિરુદ્ધ IPC 376(2)N, 506(1), 114 એક્ટ અંતર્ગત ઝીરો નંબરની ફરિયાદ દાખલ કરી હતી. મોરબી પોલીસે આ સમગ્ર કેસ દાહોદ પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. દાહોદ પોલીસે આ ફરિયાદ રજિસ્ટર્ડ કરીને આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્ય પ્રદેશથી મોરબી આવી રહેલ ખાનગી બસમાં બળાત્કારની ઘટના ઘટી છે. 8મી તારીખે અમરદિપ ટ્રાવેલ્સની ખાનગી બસમાં આશરે 30 વર્ષીય મહિલા મધ્ય પ્રદેશના રાજગઢથી મોરબીના હળવદ રોજગાર અર્થે મુસાફરી કરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવર અને કંડક્ટરે પીડિતા સાથે 2 વાર બળાત્કાર કર્યો હતો. મોરબી પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી દાહોદ પોલીસને સોંપ્યા છે...વિશાખા જૈન (એએસપી, દાહોદ)

  1. Rape Case : વિદેશી મહિલા સાથે દુષ્કર્મ મામલે કેડિલાના CMD અને HR મેનેજર વિરુદ્ધ ફરિયાદ
  2. રુપિયાના વરસાદની લાલચ આપીને ભુવાએ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી, પોલીસે 5 આરોપીઓને ઝડપ્યાં

ABOUT THE AUTHOR

...view details