દાહોદઃ જિલ્લા પોલીસ વિભાગની વિવિધ કચેરીઓમાં અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વહીવટી કારણોસર અચાનક બદલીઓનો ગંજીફો ચૂકવવામાં આવ્યો છે. જેમાં દાહોદ એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચપી કરણની એલ.આઈ.બી શાખામાં નિમણૂક તેમજ દાહોદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એલ.આઈ.બી શાખામાં ફરજ બજાવતા કે.એલ પટણીની લીમખેડા પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે.
દાહોદમાં ફરજ બજાવતા 10 પી.એસ.આઇ, પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો - આંતરિક બદલી
દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરની જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. જેમાં દસ જેટલા પીઆઇ અને પીએસઆઈની આંતરિક પોલીસ સ્ટેશનોમાં બદલીનો ગંજીપો ચીપાયો છે, તેમજ તમામને તાત્કાલિક અસરથી બદલી વાળી જગ્યાએ હાજર થવાનો આદેશ ફરમાવ્યો છે.
દાહોદ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા બીબી બેગડીયાની દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એનજે પંચાલની લીમખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એલસીબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇએ રાઠવાની દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે.
જ્યારે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈ એચ પી દેસાઈની ઝાલોદ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી બી બરડાની ફતેપુરા પોસ્ટમાં ફર્સ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. જ્યારે દાહોદ રૂલર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એચ મકવાણાની દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચમાં પીએસઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર ને તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થઈને ચાર્જ લેવડદેવડ કરી તેનો રિપોર્ટ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરને કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.