દાહોદઃ કોરોના વાઇરસને પરાજિત કરવા માટે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી બનતું હોય છે. આ સોશિયલ ડિસ્ટન્સ અને શાકમાર્કેટના આયોજન માટે જિલ્લા કલેક્ટર ડીએસપી અને પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સંયુક્ત રૂપે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
દાહોદમાં કલેક્ટરના આદેશાનુસાર શાકભાજી કેન્દ્રો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ લોકડાઉન જાહેર કરવા છતાં જનતામાં સમજદારી અને લોક જાગૃતિના અભાવે સોશિયલ ડિસ્ટન્સ જાળવતી નહીં હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે.
નોવેલ કોરોના વાઇરસ અટકાવવાના અગમચેતી સાવધાની એક પણ વ્યક્તિ પાલન નહીં કરે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. તે માટે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નગરપાલિકાના અધિકારીઓ સંયુક્તપણે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ નિરીક્ષણ કર્યું હતું.
નગરપાલિકાના શહેરી વિસ્તારમાં શાકભાજીના વેચાણ કેન્દ્રોની જગ્યાઓ નક્કી કરવામાં આવી હતી. જેમાં દાહોદ એસટી બસ સ્ટેન્ડ, ત્રિવેણી મેદાન, અનાજ મહાજન, એમ એન્ડ પી સ્કુલ ગ્રાઉન્ડ, જુના હિન્દી રોડ પર આવેલા પોલીસ ચોકી નંબર 2ની પાસે, જનતા ચોકડી તળાવની પાળ પાસે, સનાતન મંદિર ગોધરા રોડ પાસે, ગોદી રોડ ચાકલિયા ચોકડી પાસે, એપીએમસી ગેટ નંબર-2પાસે, મંડાવાવ રોડ અને પટની ચોક કસ્બા વિસ્તાર મળી શહેરના કુલ 9 શાકભાજીના વેચાણ માટે સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.