દાહોદ જિલ્લા સેવા સદન મુકામે કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં 21 જુને વિશ્વ યોગ દિવસે જુદા-જુદા વિભાગોએ કરવાની કામગીરી અને સોંપેલી ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના કયા-કયા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવાની છે, કયા સ્થળો ઉપર યોગ કોર્ડીનેટર તેમજ યોગ તજજ્ઞોની ફાળવણી કેવી રીતે કરવી, યોગની પૂર્વતાલીમ, નિર્દશન, વ્યવસ્થા તથા કાર્યક્રમ સંચાલન બાબતે ચર્ચા વિર્મશ કરવામાં આવ્યા હતા.
પાંચમા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી માટે દાહોદ કલેક્ટરે યોજી બેઠક
દાહોદઃ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેના આયોજન માટે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સભાખંડ મુકામે બેઠક યોજાઇ હતી. દાહોદ જિલ્લામાં કુલ 31 જેટલા સ્થળોએ સમુહયોગનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં પંતજલી યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીગ સંસ્થા, બ્રજ્ઞ્મકુમારી સેવા કેન્દ્રના સ્વંયસેવકોએ પણ ભાગ લીધો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણી બાબત જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. ગત વર્ષે 270000 જેટલા લોકોએ યોગ દિવસમાં ભાગ લીધો હતો. આ વર્ષે ૩ લાખ લોકો યોગ દિવસમાં ભાગ લે તેવો લક્ષ્યાંક કલેક્ટર વિજય ખરાડીએ આપ્યો હતો.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ કે, સમાજનો દરેક વર્ગ યોગનું મહત્વ સમજે તે જરૂરી છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ માટે યોગએ વર્તમાન સમયની માંગ છે. લોકોને યોગના ફાયદાઓથી પરિચિત કરાવવા જોઇએ. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાન્ત અધિકારી તેજસ પરમાર, જિલ્લા રમતગમત અધિકારી વિરલ એ. ચૈાધરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.