ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ રાજ્ય દાહોદ જિલ્લાના 51 નાયબ મામલતદાર તથા 81 મહેસુલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફુંકીને માસ CL પર ઉતર્યા હતા. આ તમામ કલેકટર કચેરી બહાર આંદોલન પર બેઠા હતા. રેવન્યુ કર્મચારીઓ સરકાર સામે મક્કમ ઇરાદા સાથે આંદોલન પ્રબળ બનાવવાની નેમ લીધી છે. તેવા સમયે રેવન્યુ તલાટીઓ હડતાલને સહયોગના આપવાના બદલે સરકારની નીતિ સાથે ખભે ખભા મીલાવીને મામલતદાર કચેરીઓમાં કામગીરી બજાવવાનું ચાલુ રાખ્યું હતું.
દાહોદમાં નાયબ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓની હડતાળ - માસ CL
દાહોદ: જિલ્લાના રેવન્યુ કર્મચારીઓ પડતર માંગો માટે સરકાર સામે માસ CL પર ઉતર્યા હતા. જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ પડતર માંગણી સંદર્ભે સરકાર સામે રચનાત્મક કાર્યક્રમો આપવા છતાં માંગો નહીં સંતોષાતા કલેકટર કચેરી આગળ કર્મચારીઓ માસ CL પર ઉતર્યા છે.
નાયબ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ માસ CL પર ઉતર્યા
વહીવટી તંત્રની સુચના મુજબ પ્રજાલક્ષી કામગીરી સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી. રેવન્યુ તલાટી મામલતદાર કચેરીએ કામગીરી કરતા ઉપરોક્ત હડતાલના કારણે જનતાને પડનારી હાલાકી મહદઅંશે ઓછી થઇ હતી. રેવન્યુ તલાટીઓ દ્વારા હડતાલ વિરુદ્ધ સરકાર તથા વહીવટી તંત્રની પડખે રહીને હડતાલથી અગળ રહ્યા હતા.