ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ લોકસભા બેઠક પરથી BJPના ઉમેદવાર તરીકે જશવંતસિંહ ભાભોરે ભર્યું ઉમેદવારીપત્ર - candidate

દાહોદ: ચોસાલા ચોકડી પર નજીક ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. ત્યારબાદ કલેકટર કચેરીએ પહોંચીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. તેમજ શંકર અમલીયારે BJP માંથી ડમી ઉમેદવારી નોંધાવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 29, 2019, 8:26 PM IST

લોકસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જિલ્લાભરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જશવંતસિંહ ભાભોરની ઘોષણા કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના હજી પણ ઉમેદવારને લઈને મથામણમાં છે. તેવા સમયે BJP દ્વારા દાહોદના ચોસાલા ચોકડી નજીક વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલન બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર તેમજ એના સમર્થકો કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા 12:43 મિનિટે વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારીપત્ર રિટર્નિંગ ઓફિસરને સુપ્રત કર્યો હતો.

દાહોદમાં B JPના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ભર્યું ઉમેદવારીપત્ર

ત્યારબાદ બપોરના 1:00 કલાકે ભાજપના ડમી ઉમેદવાર અને દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભર્યા બાદ જશવંતસિંહ ભાભોર અને તેના સમર્થકોએ જવલંત મતોથી વિજય થવાની આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ તેમના કરેલા કાર્યોના કારણે જનતા વિજય બનાવશે તેવું જણાવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details