દાહોદ જિલ્લામાં મેઘ મહેર થવાના કારણે છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ સર્જાયેલો છે. ઝાલોદ તાલુકાના લિલવા દેવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં સવારે અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન બાળકો વર્ગખંડના છતનુ પ્લાસ્ટર ખડી પડતાં નીચે બેઠેલા ધોરણ ચાર બાળકોને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
દાહોદના લિલવાદેવા ગામની પ્રાથમિક શાળાામા છત તુટતા ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત - લિલવાદેવા
દાહોદઃ મેઘરાજા દાહોદ જિલ્લામાં મહેરબાન થતાં નદી નાળા અને જળાશયો છલકાયા છે. ત્યારે, જિલ્લાની જર્જરિત પ્રાથમિક શાળામાં પોપડા પડવા માંડ્યા છે. ત્યારે ઝાલોદ લિલવા દેવા પ્રાથમિક શાળાને છતના પોપડા પડતા અભ્યાસ કરતા ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે, હાલ આ બાળકોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
લિલવાદેવા
ઇજાગ્રસ્ત બાળકોને શાળાના શિક્ષકો દ્વારા વર્ગખંડમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટમાં બારીયા વિપુલ ભાઈ દિનેશભાઈ મકવાણા, જયેશ ભાઈ પ્રકાશભાઈ, પણદા મયુરભાઈ શૈલેષભાઈ, પણદા રોહિતભાઈ દીપકભાઈ નામના બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.