ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનપુરના જંગલોમાં વનવિભાગ દ્વારા ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું - પર્યટકો

દાહોદઃ જંગલોથી સુશોભીત દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં સુંદર રતનમહાલ રીંછ અભયારણ્ય પણ આવેલું છે. હાલ વન વિભાગના પ્રયાસો થકી રતનમહાલ વિસ્તાર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પર્યટકો જંગલોની મઝા લે અને વધુ આકર્ષિત થાય તે માટે વનવિભાગ દ્વારા જંગલ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

forest tracking festival

By

Published : Sep 11, 2019, 1:55 AM IST

ગત વર્ષેના ટ્રેકિંગ ફેસ્ટિવલની સફળતા બાદ આ વર્ષે પણ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા, આણંદ, પંચમહાલ સહિત અનેક જિલ્લાના ટ્રેકરોએ ભાગ લીધો હતો. સાગટાળા રેંજના જંગલોમાં 6 કિ.મી. સુધી વનવિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ ટ્રકિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં ટ્રેકિંગ દરમિયાન લોકોને જંગલમાં વિશાળકાય અજગર પણ જોવા મળ્યો હતો. જેને વનવિભાગના કર્મચારીઓએ સહી સલામત પકડી યોગ્ય જગ્યાએ છોડી મુક્યો હતો.

ધાનપુરના જંગલોમાં વનવિભાગ દ્વારા ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું

આ ટ્રેકિંગ કેમ્પમાં કુદરતી સૌંદર્યનો લોકોએ મનમૂકી લાભ લીધો હતો. આગામી સમયમાં પણ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રમાં વધુ લોકો જોડાય અને રતનમહાલના અભ્યારણમાં પર્યટકો આકર્ષાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details