ફતેપુરા ગામમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજવામાં આવી હતી. આ ગ્રામસભામાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે સુત્રોચ્ચાર થયા તથા ગ્રામસભામાં ગ્રામ પંચાયતના વોર્ડના મહિલા સભ્યો ગેરહાજર હોવા છતાં પણ તેમના નામની તેમના પરિવાર દ્વારા સહી કરી દેવામાં આવતા મામલો બગડ્યો હતો.
ફતેપુરા ગ્રામસભામાં ખોટી સહી બાબતે હોબાળો - dahod
દાહોદઃ જિલ્લાના ફતેપુરા મુકામે અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી ગ્રામસભામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યો ગેરહાજર હોવા છતાં તેમના પરિવારજનો દ્વારા ખોટી સહીઓ કરવામાં આવતા વિવાદ સર્જાયો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગ્રામ સભામાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
DHD
જે વાતને લઈને ઉગ્ર બોલાચાલી સાથે હોબાળો મચ્યો હતો. પરીસ્થિતી થાળે પાડવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ ગ્રામસભા માં આવતા મામલો સમજણથી થાળે પડ્યો હતો.