દાહોદ: જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર આવેલા જેકોટ મુકામે ગત મધ્યરાત્રીના આશરે ત્રણ વાગ્યાના સુમારે ક્રુઝર જીપ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર સાઈડમાં ઉભેલી ક્રુઝર ગાડીને પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ચાલકે પાછળથી ટક્કર મારી હતી.
દાહોદના જેકોટ ગામે જીપ અને આઇસર વચ્ચે અકસ્માત, આઠ લોકો ઘાયલ - Jakot village of Dahod
દાહોદ જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા જેકોટ ગામે આઇસરે જીપને ટક્કર મારતા 8 જેટલા લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ
આ ટક્કરના કારણે ક્રુઝર જીપમાં બેઠેલા 8 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તે ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે દાહોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Jun 15, 2020, 9:27 AM IST