ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં કરુણા અભિયાન અંતર્ગત અનેક ઘાયલ પક્ષીને જીવનદાન અપાયું - dahod updates

દાહોદઃ ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત 51 ઘાયલ પક્ષીઓની સારવાર કરાઇ હતી. પતંગની દોરીથી ઘાયલ 48 પક્ષીઓને નવજીવન મળ્યું છે. જો કે, પતંગની દોરથી ગંભીર રીતે ઘાયલ 3 પક્ષીઓને બચાવી શકાયા નથી. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારની કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલી આ પક્ષીઓને લઇ સારવાર કરવામાં આવી હતી.

દાહોદઃ
દાહોદઃ

By

Published : Jan 15, 2020, 11:56 PM IST

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન ચાલવવામાં આવેલા કરુણા અભિયાનને પરિણામે ઉત્તરાયણના દિવસે દાહોદ નગર અને જિલ્લામાં કુલ 51 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના શાંતિના દૂત ગણાતા કબૂતરનો સામવેશ થાય છે. આ પક્ષીઓ તુરંત સારવાર આપવામાં આવી હતી. જે પૈકી 47 પક્ષીઓને આકાશમાં છોડી મૂકવામાં આવ્યા હતા. આજની સ્થિતિએ એક પક્ષી હજુ સારવાર હેઠળ છે. જ્યારે, 3 પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. આ અભિયાનમાં પશુપાલન વિભાગના તબીબોનો સહયોગ અમૂલ્ય રહ્યો હતો.

દાહોદમાં કરુણા અભિયાન અંતર્ગત અનેક ઘાયલ પક્ષીને જીવનદાન અપાયુ

વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્માએ જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસે સમગ્ર દાહોદ જિલ્લામાં 300થી વધુ વીજસૈનિકોએ સેવા બજાવી હતી. એમજીવીસીએલને 225 જેટલી લાઇન ટ્રીપિંગની ફરિયાદો મળી હતી. આ લાઇનનો તુરંત રિપેર કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. વીજલાઇનમાં ફસાયેલી પતંગને કાઢવા જતાં લાઇનો ટ્રીપ થવાનું બહુધા કિસ્સામાં ધ્યાને આવ્યું છે. જેમાં પતંગ ચગાવતી વેળાએ પડવાથી બે કેસમાં અને પતંગ લૂંટવા જતાં બાઇક સાથે અથડાઇ જવાના એક કેસમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સારવાર આપવામાં આવી હોવાનું જીવીકેના દર્શક જોશીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details