ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં SOG ટીમનું ચેકીંગ, દેશી પિસ્તોલ અને 4 કારતુસ સાથે 2ની ધરપકડ - pistol

દાહોદઃ તાલુકાના ટાંડા ગામે SOG ટીમે નાકાબંધી કરી ચેકીંગ હાથ ધરતા નંબર વગરની મોટરસાઈકલ પર સવાર બે ઈસમો શંકાસ્પદ જણાયા હતા. પોલીસે તેઓની અટકાયત કરી તપાસ કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ જીવતા ચાર કારતુસ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

DHD

By

Published : Apr 10, 2019, 1:25 PM IST

દાહોદ તાલુકાના ટાંડા ગામે સાલાપાડા નજીક નાકાબંધી કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડી દ્વારા આવતા જતાં તમામ નાના મોટા વાહનોની તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન નંબર વગરની મોટરસાઈકલ પર સવાર રસુલ વીછીંયાભાઈ ભુરીયા રહેવાસી ઉંડાર ગામ તેમજ ગોવિંદ ચુનીયાભાઈ મેડા રહેવાસી ઝરીખુર્દ તાલુકે દાહોદના મળી બંન્ને શંકાસ્પદ લાગ્યા હતા.

જપ્ત કરવામાં આવેલ પિસ્તોલ

પોલિસે બંન્ને અટકાયત કરી હતી અને પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા તેઓની અંગ કપાસ કરતા એક દેશી બનાવટની પિસ્તોલ તેમજ ચાર જીવતા કારતુષ મળી આવતા પોલિસે મોટરસાઈલ પણ જપ્ત કરી ઉપરોક્ત બંન્નેને જેલ ભેગા કર્યા હતા.

ઉપરોક્ત બંન્નેના ગુનાહીત ઈતિહાસ તરફ નજર કરવામાં આવે તો રસુલે અગાઉ સંતરામપુર ખાતે ધાડના ગંભીર ગુનાને તેના સાગરિતો સાથે અંજામ આપ્યો હતો. પોલિસે બંન્નેની હાલ સઘન પુછપરછ કરી રહી છે અને પુછપરછમાં વધુ હકીકતો બહાર આવે તેવુ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details