ચોમાસાની ઋતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા દાહોદ જિલ્લામાં એન્ટ્રી લીધી છે. દાહોદ જિલ્લામાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સાંજે વાદળો અને વાવાઝોડા સાથે ફરીવાર મેઘરાજાનું આગમન થયું હતુ. વરસાદના આગમનના પગલે ઉકળાટ અને બફારા ભર્યા વાતાવરણમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો.
દાહોદના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદનું આગમન - MAHESH DAMOR
દાહોદઃ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના ચાર તાલુકામાં 2 mmથી 12mm સુધી વરસાદ નોંધાયો છે.
પ્
વાવાઝોડાના પગલે જિલ્લામાં વૃક્ષો તૂટીને નીચે પડ્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંથકમાં 12 mm, સિંગવડ તાલુકામાં 0.2 mm, દાહોદ તાલુકામાં 7 mm, ગરબાડા તાલુકામાં 10 mm, વરસાદ ખાબકયો છે. જ્યારે સાંજના સમયમાં બાકીના તાલુકાઓમાં વાવાઝોડા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ધરતીપૂત્રોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે.