દાહોદ: લીમડી અને ભીલવા ગામના બે દર્દીઓને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અને વહીવટી તંત્ર દોડતું થયુ છે. આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોને પણ કવોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. તેમજ તેમના રહેણાંક વિસ્તાર નજીકમાં સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.
દાહોદમાં કોરોના પોઝિટિવ દર્દીના પરિવારને કોરોન્ટાઈન કરાયા - કોરોના વાઇરસ લોકડાઉન
દાહોદ જિલ્લામાં બે દિવસમાં લીમડી અને ભીલવા ગામના બે દર્દીઓને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અને વહીવટી તંત્ર દોડતું થયુ છે. આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. તેમજ તેમના રહેણાંક વિસ્તાર નજીકમાં સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.
દાહોદ: કોરોના પોઝિટી્વ આવેલા લોકોના પરિવારને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા
ઝાલોદના લીમડી વિસ્તારનો આરોગ્ય કર્મચારીના સેમ્પલ કોરોના વાઈરસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા તેના પરિવારને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.તેમજ તેમના રહેણાંક વિસ્તારની આસપાસ પણ સેનીટાઇઝેશન કરવામાં આવ્યું છે.
જ્યારે ગરબાડા તાલુકાના ગામના યુવકનો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેની સાથે બીમારી દરમિયાન સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ કરીને તેમને પણ કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.