દાહોદ: જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓના આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. દાહોદ જિલ્લામાંથી આરોગ્ય વિભાગ દ્વારા 136 લોકોના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 131 લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રણજીતરાજ સહિત પાંચ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
દાહોદ: જિલ્લા વિકાસ અધિકારી સહિત પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
દાહોદમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 136 સેમ્પલમાંથી જિલ્લા વિકાસ અધિકારી સહિત પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમ્રગ જિલ્લામાં ફફડાટ મચ્યો હતો.
દાહોદ: જિલ્લા વિકાસ અધિકારી સહિત પાંચ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
જિલ્લા વિકાસ અધિકારી રણજીતરાજ સાથે કોરોના પોઝિટિવ રિપોર્ટમાં ફરજાનાબેન ગફારભાઈ કુંજડા, ઈન્દુ નગીન પરમાર મોટા ઘાંચીવાડ દાહોદ, મોહમ્મદ રફી અબ્દુલ સલામ ભુંગડા રહેવાસી નાના ડબગરવાડ, સમીર જશવંતભાઈ દેવધર રહેવાસી દાહોદના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ કરી આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં હવે કુલ 28 જેટલા કોરોના પોઝિટિવના એક્ટિવ કેસો છે.