દાહોદઃ જિલ્લામાં અનલોકના તબક્કામાં કોરોના સંક્રમણના કેસો વધતા જઇ રહ્યા છે, ત્યારે નાગરિકો વધુ જવાબદારી દાખવે તે અતિઆવશ્યક બની ગયું છે. આવામાં લોકો માસ્ક પહેર્યા વિના ઘરની બહાર લટાર મારતા જોવા મળ્યા છે.
દાહોદ પોલીસે 2 દિવસમાં માસ્ક નહીં પહેરનારા 1000 નાગરિકોને દંડ ફટકાર્યો - દાહોદના તાજા સમાચાર
દાહોદ જિલ્લા પોલીસે માસ્ક નહીં પહેરનારા બેજવાબદાર નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત દાહોદ પોલીસે ગત 2 દિવસમાં 1,000 જેટલા નાગરિકોને માસ્ક નહીં પહેરવા પર દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત જાહેરનામા ભંગના 70 જેટલા ગુનાઓ પણ નોંધ્યા છે.
દાહોદ પોલીસે 2 દિવસમાં માસ્ક નહીં પહેરનારા 1000 નાગરિકોને દંડ ફટકાર્યો
જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. SP હિતેશ જોયસરે આપેલી માહિતી મુજબ 6 જુલાઇના રોજ 475 વ્યક્તિઓને માસ્ક નહીં પહેરવા બદલ 95000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી કુલ 2,399 વ્યક્તિને રૂપિયા 5,74,800નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લાના 72 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યાં છે.