ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની ગોઝારી ઘટનાના પગલે દાહોદ નગરપાલિકા એક્શનમાં - Gujarati News

દાહોદઃ સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટનાના પગલે દાહોદ વહીવટીતંત્ર અને પાલિકાનું ફાયર બ્રિગેડ એકા-એક એક્શનમાં આવ્યું હતું. પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા દાહોદ શહેરમાં ચાલતાં ટ્યુશન અને જીમખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાતાં તમામને સીલ મારવામાં આવ્યા હતા, આથી સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.

સુરતની ગોઝારી ઘટના પગલે દાહોદ નગરપાલિકા પણ આવી એક્શનમાં

By

Published : May 26, 2019, 12:53 AM IST

Updated : May 26, 2019, 7:52 AM IST

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાની ગોઝારી ઘટનાના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી હતી. પ્રાંત અધિકારીની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક બાદ નગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ શહેરમાં આવેલા ટ્યુશન અને શૈક્ષણિક ક્લાસીસ તેમજ ફિટનેસના જીમખાનાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.

સુરતની ગોઝારી ઘટના પગલે દાહોદ નગરપાલિકા પણ આવી એક્શનમાં

આ ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાતાં તેમજ નિયમ મુજબ નહીં જણાતા અધિકારીઓએ ક્લાસીસોને અને જીમખાના અને સીલ મારી દીધા હતા, તેમજ નોટિસો આપી હતી. શહેરમાં આવેલા ક્લાસીસોએ અને જીમખાનાઓમાં નગરપાલિકાની આકસ્મિક ચેકિંગ સાથે સીલ મારવાની પ્રક્રિયા શરૂ થતાં જ ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને જીમખાનાના સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.


Last Updated : May 26, 2019, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details