દાહોદવર્તમાન સમયમાં ખાનગી શાળાઓમાં બાળકોને શિક્ષણઆપવાનો ટ્રેડ વધ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારી નેહા કુમારીએ પોતાના દોઢ વર્ષના બાળકને સરકારી આંગણવાડી સ્કૂલમાં નામ દાખલ કરાવી આદિવાસીપરિવારમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતતા લાવવા અને દીકરાને આંગણવાડીમાં (anganwadi school) પ્રવેશ આપવાના કાર્ય થકી અન્યને પ્રેરણા મળે તે માટે મૂકવામાં આવ્યું છે.
નેહા કુમારીએ પોતાના દોઢ વર્ષના બાળકને સરકારી આંગણવાડી સ્કૂલમાં નામ દાખલ કરાવ્યું સરકારી શિક્ષણઆદિવાસી બાહુલિય ધરાવતા દાહોદ જિલ્લામાં મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગના લોકોમાં બાળકોને સારું શિક્ષણ આપવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણ અપાવવાનો અભિગમ વધેલો જોવા મળી રહ્યો છે. સરકારી શિક્ષણ તરફની લોકોને દૃષ્ટિ કોણ બદલવા જિલ્લા વિકાસ અધિકારી (Dahod District Development Officer) નેહા કુમારીએ વિકાસ અને શિક્ષણની દિશા બદલવાનો પ્રયાસનો આરંભ કર્યો છે. આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના દોઢ વર્ષના બાળક માધવ કેશવ ઉર્ફે વાનીને શહેર નજીક આવેલી છાપરી ગામની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી પોતાના બાળક ને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી અન્ય સરકારી અધિકારીઓને માટે તેમજ ખાનગી શાળાઓ તરફે જોક રાખનાર લોકો માટે પ્રેરણા બન્યા છે.
આંગણવાડીની સુવિધાજિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી કહ્યું કે સરકાર દ્વારા આંગણવાડીનું બનાવેલું સિસ્ટમ ઘણું સારું છે. મેં 20 થી 25 દિવસ પહેલા મારા દીકરાને આંગણવાડીમાં મોકલવાનું શરૂ કર્યું છે. ઘરે રહેતો હતો ત્યારે જીદ કરતો હોવાથી પરેશાન પણ હતા. જેથી મને સમજણ નહોતી પડતી પરંતુ મેં વિચાર્યું કે અન્ય બાળકો સાથે રમશે શીખશે તો કદાચ સારો રહેશે. જેથી મે છાપરી ગામે આવેલી સરકારી આંગણવાડીમાં મારા બાળકને મોકલ્યું. પ્રાઇવેટ સ્કુલથી સારું વાતાવરણ હોય અને બાળકો અને વાલીઓ સુરક્ષા મહેસુસ કરે પ્રાઇવેટ સ્કૂલ જેવો જ અનુભવ કરે, તે દિવસથી અમે એવું કહી શકીશું કે અમે કોઈ પણ બાબતોમાં પ્રાઇવેટ માધ્યમથી પાછળ નથી
મફત સુવિધાસિસ્ટમ માટે લર્નિંગ અને ઓપોર્ચ્યુનિટી છે. જે ઘણી કામ કરી રહી છે. માર્કેટિંગ અમારું સારું નથી પરંતુ આ સરકાર દ્વારા આપવામાં આવતી મફત સુવિધા છે. આંગણવાડીમાં જમવાનું રોજનું મેનુ અલગ અલગ છે. આજકાલનો ટ્રેન્ડ જંક ફૂડ અને પડીકાનો છે પરંતુ ગરમ અને પૌષ્ટિક આહાર આંગણવાડીમાં મળે છે. જેના કારણે બાળકો જમતા શીખે છે જે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું.