દાહોદઃ જિલ્લામાં સોમવારના રોજ કોરોનાના 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના કેસની કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1414 થઇ છે. આ સાથે અત્યારે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 194 છે.
દાહોદ કોરોના અપડેટઃ 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના
દાહોદ જિલ્લામાં સોમવારે કોરોના વાઇરસના 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એક સાથે જિલ્લામાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના સક્રિય કેસની સંખ્યા 194 થઇ છે.
પોઝિટિવ કેસ
દાહોદ શહેર સહિત હવે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણનો પગપેસારો થતાં આરોગ્ય તંત્રની સતર્ક થયું છે. જિલ્લામાં વધતું જતું કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બન્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનેે કારણે કુલ 63 લોકોના મોત થયા છે.