ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં લોકડાઉનનો ભંગ કરનારા 55 લોકો સામે ફરિયાદ નોંધાઇ - કોરોના વાયરસ લોકડાઉન

દાહોદ પોલીસે લોકડાઉનનો ભંગ કરનાર લોકોના 55 વાહન ડીટેઇન કર્યો છે. તેમજ ૩૧ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

etv Bharat
દાહોદમાં લોકડાઉનનો ભંગ કરનાર 55 લોકો સામે ફરિયાદ નોંધાઇ

By

Published : Apr 2, 2020, 7:51 PM IST

દાહોદ: કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગર અને જિલ્લામાં વધુ અસરકારક બનાવવા તેમજ છૂટછાટના સમયે પણ લોકોની બિનજરૂરી અવરજવરને ટાળવા માટે કલેક્ટર વિજય ખરાડીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ફોર વ્હિલર્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપરાંત, બાઇક પર પણ માત્ર ચાલક પોતેજ સવારી કરી શકશે તેમ જણાવ્યું છે. તેમ છતાં લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદીના સમયગાળા દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા હતા. જેથી દાહોદ શહેર પોલીસે શહેરમાં બિન્દાસ રીતે લટાર મારતા વાહનચાલકોને ઉભા રાખી યોગ્ય કારણ પૂછી જાહેરનામાના ભંગ બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાહેરનામાના ભંગ બદલ ઝડપાયેલા વાહનચાલકોને વાહન સાથે દાહોદ શહેર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા અને રૂપિયા ૩૧ હજારનો દંડ ફટકાર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details