ગુજરાત

gujarat

ETV Bharat / state

મધ્ય પ્રદેશ-ગુજરાતની સરહદે આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને મારનારા BSF અને CISF જવાન સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ - સીઆઇએસએફ

મધ્ય પ્રદેશ ગુજરાતની સરહદે આવેલી ખંગેલા ચેકપોસ્ટ મુકામે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને મારનારા BSF અને CISF જવાન સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Dahod News
Dahod News

By

Published : Nov 23, 2020, 10:27 AM IST

  • ખંગેલા ચેકપોસ્ટ મુકામે પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય ચાર લોકો વચ્ચે મારામારી
  • BSF અને CISF જવાન સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ
  • દાહોદ પોલીસે તપાસ શરૂ કરી


દાહોદઃ તાલુકાની ખંગેલા ચોકપોસ્ટ પર એક CISF કોસ્ટેબલ, એક BSF સહિત ચાર લોકો ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટબલને બેફામ અપશબ્દો બોલી, લાકડી વડે તથા માર મારી ઈજા પહોંચાડી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ કોન્ટેબલે સી.આઈ.એસ.એફ. કોન્ટેબલ, બી.એસ.એફ જવાન સહિત ચાર લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

CISF માં તમિલનાડુ કોઈમ્બતુર થર્ડ બટાલીયનમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અને દાહોદ તાલુકાના ખંગેલા ગામે નવાપુરા ફળિયામાં રહેતા સુરમલભાઈ જામ્બુભાઈ સંગાડીયા, બી.એસ.એફ.માં ફરજ બજાવતાં અને
મધ્ય પ્રદેશ ગુજરાતની સરહદે આવેલી ખંગેલા ચેકપોસ્ટ મુકામે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને મારનારા BSF અને CISF જવાન સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

શું છે સમગ્ર ઘટના?

ખંગેલા ગામે નવાપુરા ફળિયામાં રહેતા જશવંતભાઈ કનુભાઈ મેડા તેમની સાથે રાજુભાઈ કાળીયાભાઈ મેડા અને બીજા એક ઈસમ એક આ કુલ ચાર લોકો ગત્ત તારીખ 21 મી નવેમ્બરના રોજ ખંગેલા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન ત્યાં કેટલાક પોલીસ સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને ઉપરોક્ત ચારેય લોકો પોતાનું વાહન લઈ ત્યાંથી પસાર થતાં ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસ મથકના પોલીસ કોન્ટેબલ તરીકે ફરજ બજાવતાં કૃષ્ણકુમાર નટવરસિંહ દ્વારા ઉપરોક્ત ચારેયને વાહન સાથે ઉભા રાખી પુછપરછ કરી રહ્યા હતા તે સમયે આ ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ, તમો અમારી ગાડી રોકવાવાળા કોણ છો, તેમ કહી અપશબ્દો બોલ્યા અને બાદમાં પોલીસ કોન્સ્ટહલ કૃષ્ણકુમારને લાકડી વડે તથા માર મારી, પોતાની સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરતાં આ સમગ્ર મામલે કૃષ્ણકુમાર દ્વારા ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details