ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના ગરબાડામાં માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું - brother and sister committed suicide

ગરબાડા તાલુકાના ભે ગામે માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

ગરબાડામાં માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું
ગરબાડામાં માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું

By

Published : Jun 24, 2020, 4:23 AM IST

દાહોદ : ગરબાડા તાલુકાના ભે ગામના નિશાળ ફળિયામાં માસીયાઇ ભાઈ બહેને કોઇ અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મરણ જનાર બંને યુવક-યુવતીએ આવું પગલું શા માટે ભર્યું તે બાબત પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

જિલ્લાના ગરબાડામાં રહેતી 18 વર્ષીય યુવતી તેમજ 17 વર્ષીય યુવક માસિયાઈ ભાઈ-બહેને નજીકના આંબાના ઝાડ પર કાપડના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માસિયાઈ ભાઈ બહેને એક સાથે આત્મહત્યા કરતા પંથકમાં ચર્ચાઓ વહેતી થઇ છે. આ સમગ્ર બનાવની જાણ પરિવારજનોએ પોલીસને કરતા આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details