દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા નિલેશ રામ કૃપાલ કહાર અને તેના મિત્રો દાહોદથી 10 કિલોમીટર દૂર આવેલા કાળી ડેમ મુકામે ન્હાવા માટે ગયા હતા. મોડીસાંજે ડેમના ઊંડા પાણીમાં ન્હાવાની મજા લઇ રહ્યા હતા ત્યારે નિલેશ કહાર અચાનક મિત્રોથી વિખૂટો પડી ગયો હતો.
દાહોદના કાળી ડેમમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત - died
દાહોદઃ દાહોદના કાળી ડેમ ખાતે સાંજના સમયે આઠ જેટલા મિત્રો ન્હાવાની મોજ માણવા માટે ગયા હતા. જ્યાં તમામ યુવાનોમાંથી એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ફાયરબ્રિગેડ દ્વારા 18 કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ ડેમના ઉંડા પાણીમાંથી મળ્યો હતો. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શોધખોળ બાદ અન્ય આઠ જેટલા મિત્રો પરત ઘરે ફર્યા હતા અને નિલેશને ઘરે તમામ હકીકતથી વાકેફ કર્યા હતા. જેથી નિલેશના પરિવારજનો રાત્રિ દરમિયાન ફરી કાળી ડેમ મુકામે આવી પહોંચ્યા હતા. જ્યાં ન્હાવા માટે ઉતર્યા હતા તે સ્થળે તપાસ હાથ ધરી હતી. પરંતુ નિલેશનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો. જેથી નિલેશ ના પરિવાર જનો ચિંતિત બન્યા હતા.
વહેલી સવારથી ફરી તે સ્થળે તપાસ કરી ફાયરબ્રિગેડ અને પોલીસની ઉપસ્થિતિમાં નિલેશની પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ 18 કલાકની જહેમત બાદ ગુમ થયેલ નિલેશને ઊંડા પાણીમાંથી શોધી કાઢ્યો હતો. મૃતદેહ મળતા તેના પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.