ગુજરાત

gujarat

દાહોદમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને સ્વરોજગાર લૉનની મળી સહાય

By

Published : Jan 17, 2020, 5:16 AM IST

દાહોદઃ રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાની એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજપાઇ બેન્કેબલ યોજના છે. જેનો લાભ લઇ અનેક યુવાઓ આર્થિક સફળતા હાંસલ કરી રહ્યા છે. આ યોજનાનો લાભ લઇ અનેક મહિલાઓ પણ સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પુરૂષોને ઉદાહરણરૂપ બને તેવી સફળતા મેળવી રહી છે.

દાહોમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને સ્વરોજગાર લોનની મળી સહાય
દાહોમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને સ્વરોજગાર લોનની મળી સહાય


આ યોજનાનો લાભ લઈને દાહોદ જિલ્લાના લીમડી ગામના દક્ષાબેન ચૌહાણ મહિલાઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. ફક્ત સાતમું ધોરણ ભણેલા દક્ષાબેન મહિને 40 હજારથી પણ વધુની આવક મેળવી રહ્યા છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું જીવનધોરણ ઉચું લઇ જવા મથી રહ્યો છે, ત્યારે પોતાની આવક વધારી કુંટુંબીજનો માટે શિક્ષણ, આરોગ્ય વગેરે ઉચ્ચકક્ષાના મળે તે માટેના પ્રયાસો કરી રહ્યાં છે.

દાહોમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને સ્વરોજગાર લોનની મળી સહાય

દક્ષાબેન પોતાના પતિની મદદથી કરિયાણાનો વેપાર કરતા હતા. પરંતુ, મહિને 12 હજાર જેટલી આવક પણ મુશ્કેલીથી થતી હતી. તેમના ત્રણ બાળકો પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવી રહ્યા હતા. વધતી જતી આર્થિક જરૂરીયાતોને કારણે દક્ષાબેન અને તેમના પતિ દિનેશભાઇ આવક વધારવા માટે વેપારને વિસ્તારવા માંગતા હતા. છૂટક વેપારની સાથે હોલસેલ વેપાર પણ શરૂ કરવાનો ઇરાદો હતો. પરંતુ એટલું મૂડીરોકાણ લાવવું કઇ રીતે એ પ્રશ્ન હતો. દિનેશભાઇ ખાનગી લોન લેવાનું પણ વિચાર્યુ હતુ. નાણા વ્યાજે મેળવવાનો પણ એક વિકલ્પ હતો. પણ તેઓ વ્યાજના ખપ્પરને સારી રીતે ઓળખતા હતા. તેનું ઉંચુ વ્યાજ અને હપ્તાને પહોંચી નહી વળાય એમ વિચારીને ખાનગી લોન લેવાનું ટાળ્યુ હતું.

દક્ષાબેનને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજપાઇ બેન્કેબલ યોજના વિશે માહિતી મળી. તેમણે લોન માટે અરજી કરી હતી. લીમડી ગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પાસેથી આ યોજના અંતગર્ત તેમને 3.50 લાખની લોન મળી અને રૂ.80 હજારની રાજય સરકાર દ્વારા સહાય મળતા તેઓ પોતાના ધંધાને વિસ્તારી શક્યા હતા. હાલમાં લીમડી ગામમાં તેઓ છૂટક અને હોલસેલ કરીયાણાનો વેપાર કરી મહિને રૂ. 40 હજારથી પણ વધુની આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત દુકાને મદદરૂપ થવા બે વ્યક્તિઓને રોજગારી પુરી પાડે છે.

દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વર્ષ 2019-20માં બાજપાઇ બેન્કેબલ યોજના, પી.એમ.ઇજીપી યોજના, દંતોપત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ 400થી વધુ લાભાર્થીઓની લોન મંજૂર કરવામાં આવી છે. 914.52 લાખ રૂ.ની ગ્રાન્ટ વાપરવામાં આવી છે. રાજય સરકારની યોજનાઓનો લાભ લઇ દાહોદ જિલ્લાના અનેક યુવાનો સ્વતંત્ર ઉદ્યોગ-ધંધો સ્થાપી સ્વનિર્ભર બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details