ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં એટીએસના ધામા, બબીતા કશ્યપના સંપર્કોની તપાસ થવાની શક્યતા - ગૃહ પ્રધાન

ઝારખંડ પંથકમાં પથ્થરગડી ચળવળ ચલાવનાર આદિવાસી મહિલા બિલોચા બબીતા કશ્યપ ગુજરાતના ટ્રાયબલ બેલ્ટમાં સરકાર વિરોધી કાર્ય કરી રહ્યા હોવાની ગુજરાત એટીએસને માહિતી મળતા સંજેલી નજીકના વિસ્તારમાંથી આશરે ચાર મહિના પહેલા તેની ધરપકડ કરાઇ હતી. તેમજ તેમના અન્ય બે સાથીઓની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બબીતા કશ્યપને ધરપકડ બાદ દાહોદ જિલ્લાના કેટલાક લોકોના એટીએસે જવાબ લીધા હતા, આજે એટીએસના ફરીવાર ધામા નખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.

દાહોદમાં એટીએસના ધામા, બબીતા કશ્યપના સંપર્કોની તપાસ થવાની શક્યતા
દાહોદમાં એટીએસના ધામા, બબીતા કશ્યપના સંપર્કોની તપાસ થવાની શક્યતા

By

Published : Dec 27, 2020, 10:32 PM IST

  • દાહોદ જિલ્લામાં એટીએસના ધામા
  • બબીતા કશ્યપના સંપર્કોની તપાસ થવાની શક્યતા
  • એટીએસની સક્રિયતાના કારણે અવનવી ચર્ચાઓએ જોર પકડ્યું

દાહોદઃ ઝારખંડ રાજ્યના ખૂટી સહિત વિવિધ વિસ્તારોમાં પથ્થરગડી આંદોલન ચલાવનાર મહિલા બીલોચા બબીતા કશ્યપ વિવિધ ટ્રાયબલ રાજ્યોમાં વસવાટ કરતા આદિવાસીઓમાં તેમના હક્ક અધિકાર માટે જાહેર મંચ પરથી જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું હતું, બબીતા કશ્યપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આદિવાસી કાયદાઓના અમલ માટે યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર સામે કેસ દાખલ કર્યો હતો, જેની સુપ્રીમ કોર્ટમાં મુદત પડેલી છે.

બબીતા કશ્યપ વિરુદ્ધ સરકાર વિરોધી ગતિવિધિ કરવાના આરોપ

ગુજરાતના ટ્રાયબલ પંથકમાં જાગૃતિની આડમાં સરકાર વિરોધી તેમજ નક્સલી પ્રવૃત્તિઓ કરી રહી હોવાની ગુજરાત એટીએસના માહિતી મળી હતી, જેના કારણે ગુજરાત એટીએસ દ્વારા બબીતા કશ્યપને મહિસાગર-દાહોદ જિલ્લાની સરહદે આવેલ સંજેલી પંથકમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને અમદાવાદ એટીએસ કચેરી લઈ જઈ તેમને આશરે ચાર માસ પહેલા પૂછપરછ કરવામાં આવી હતી અને તેની વિરુદ્ધ સરકાર વિરોધી ગતિવિધિ કરવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત એટીએસએ બબીતા કશ્યપના સંપર્કમાં આવેલ લોકોની પૂછપરછ કરી

બબીતા કશ્યપની ધરપકડ બાદ ગુજરાત એટીએસએ બબીતા કશ્યપના સંપર્કમાં આવેલ દાહોદ જિલ્લાના કેટલાક લોકોની પૂછપરછ કરી હતી, તેમજ તેમના જવાબો લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બબીતા કશ્યપ દાહોદ જિલ્લામાં કોના સંપર્કોમાં હતી અને કઈ ગતિવિધિ કરવામાં આવી છે, તે સંદર્ભે પણ તપાસ કરવામાં આવનાર હોવાનું ચર્ચાએ જોર પકડયું છે.

ચાર માસ બાદ ગુજરાત એટીએસએ દાહોદ જિલ્લામાં ધામા નાખ્યા

આશરે ચાર માસ બાદ ફરીવાર ગુજરાત એટીએસએ દાહોદ જિલ્લામાં ધામા નાખતા આદિવાસી પંથકના જિલ્લા અને તાલુકા પંચાયતના ઈલેક્શન સળવળાટ શરૂ થયો છે, દાહોદ જિલ્લામાં એટીએસની સક્રિયતાના કારણે અવનવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details