દાહોદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો
- ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર
- મામલતદાર કચેરીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિરોધમાં સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન
દાહોદઃ કોરોના મહામારીના અનલોક-1ના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા જનતાને બેવડો માર પડતા વિપક્ષે સરકાર સામે મોરચો માંડયો છે. કોંગ્રેસ દ્વારા ભાવ વધારા સાથે મોંઘવારીનો મુદ્દો ગામડે ગામડે જનતા સુધી લઈ જવા માટે સક્રિય બની છે.
ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિના માજી ચેરમેન કાળુભાઇ ભુરીયા સહિત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારના વિરોધમાં સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન તેમજ ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડવા કેન્દ્ર સરકારને ભલામણ કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીમાંથી બહાર નીકળીને કેમ્પસમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારના વિરોધમાં સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન