દાહોદઃ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી વન્ય પ્રાણીઓખોરાકની શોધમાં માનવ વસવાટમાં (Wildlife Care Center )આવવાના બનાવો સાથે બન્ને વચ્ચે ઘર્ષણો થવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ વન્ય પ્રાણીઓના માણસો સાથેના ઘર્ષણ અટકાવવા તેમજ તેમના બચાવ અને સારવાર માટે 45 લાખના ખર્ચે દેવગઢ બારીયાનાં ઉચવાણ ગામે તૈયાર કરાયેલા એનિમલ કેર સેન્ટરનું (Animal Care Center)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi)હસ્તે 20 એપ્રીલે દાહોદના ખરોડ ખાતે લોકાર્પણ કરશે.
જંગલમાં એનીમલ કેર-સેન્ટર -ગુજરાતના દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર પંથકમાં જંગલ વિસ્તાર આવેલો છે. જ્યારે ધાનપુર પંથકમાં રીંછ અભ્યારણ આવેલું છે. દાહોદ જિલ્લા પંથકના (Jungle Animal Care Center)આ વિસ્તારમાં વિવિધ વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. જેમાં પણ ગુજરાતમાં દીપડાની સંખ્યાની દ્રષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબર પર આવે છે. દીપડાની સંખ્યામાં ઉતરોતર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની ગણતરી મુજબ દીપડાની સંખ્યા 143 થઇ છે. દીપડાને કારણે માનવ મૃત્યુ તેમજ માનવ ઇજાના બનાવો પણ ઘણા બન્યાં છે. વન્યપ્રાણી દ્વારા માનવ ઘર્ષણ ઘટાડવા હેતુ તેમજ માનવભક્ષી દીપડાઓ દ્વારા થતો રંજાડ અટકાવવા હેતુના નિવારાત્મક પગલાના ભાગરૂપે ઉચવાણ ગામે જંગલમાં એનિમલ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.