ધાનપુર તાલુકાના પીપેરો ગામે પે.સેન્ટર પ્રાથમિક શાળા નજીક સવારના સમયે મુસાફરો ભરેલી પીકઅપ ગાડી અકસ્માતે પલટી ગઇ હતી. જેમાં મુસાફરોને ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડ્યાં હતા.
દાહોદમાં ગંભીર રોડ અકસ્માત, 3 મોત , 7થી વધુ ઈજાગ્રસ્ત - accident in dahod
દાહોદઃ જિલ્લાના ધાનસુરા તાલુકામાં પીપરલા ગામે મુસાફરો ભરેલી પીકઅપ વાન પલટી ગઈ હતી. જેમાં 3ના મોત અને 7થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદમાં ગંભીર અકસ્માત, 3 મોત 7થી વધુ ઈજાગ્રસ્ત
ઘટનામાં 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. તો 4 લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.