દાહોદ જિલ્લાના IECDS વિભાગમાં બ્લોક કો-ઓર્ડીનેટર તરીકે કરાર આધારિત કર્મચારીની નોકરીનો કરાર પુર્ણ થયા બાદ, તેમને છૂટા ન કરવાના કામે ઝાલોદ ઘટક-૩ના CDEPO જયાબેન પરમારે દાહોદ IECDS કચેરીના પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણને ભલામણ કરી હતી. કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણે 15,000 રૂપિયા માગ્યા હતા. આ 15,000 રૂપિયા લઈ દક્ષાબેન CDEPO જયાબેન પરમાર પ્રોગ્રામ ઓફીસરને આપી દેશે. તેમ કહી 15,000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે લાંચની રકમ માંગનાર દાહોદ IECDS કચેરીના પ્રોગ્રામ ઓફિસર રજા પર હોવાની હકિકત બહાર આવી હતી. ACBની ટીમે ભ્રષ્ટાચાર મામલે બંને જણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં 15,000ની લાંચ લેતા CDEPO રંગેહાથે ઝડપાયા - ઝાલોદ
દાહોદઃ જિલ્લાના ઝાલોદ મુકામે બ્લોક કો-ઓર્ડીનેટર તરીકે કોન્ટ્રક્ટ બેઝ કામ કરતા કર્મચારીને નોકરીમાંથી છૂટા ન કરવા રૂપિયા 15,000ની માંગણી કરનારા અને સ્વિકારનારા ઝાલોદ ઘટક-૩ના CDEPOને પંચમહાલ ACBની ટીમે CDEPOના નિવાસસ્થાને ગોઠવેલા છટકામાં રૂપિયા 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દાહોદ IECDS કચેરીના પ્રોગ્રામ ઓફીસરે આ રૂપિયા માગ્યા હોવાનું બહાર આવ્યું છે.
કોન્ટ્રક્ટ બેઝ કર્મચારી લાંચની રકમ આપવા માંગતો ન હોઈ તેમ છતાં શુક્રવારનો વાયદો કરતા CDEPO જયાબેન પરમારે દાહોદ ચાકલીયા રોડ, સૃષ્ટી ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ તેમના રહેણાંક મકાનમાં આપી જવા જણાવ્યુ હતું. જેથી કોન્ટ્રક્ટ બેઝ કર્મચારીએ આ અંગે ગોધરા ACBમાં ફરીયાદ કરી હતી. જેથી ગોધરા ACB PI આર આર દેસાઈ તથા તેમની ટીમે શુક્રવારે CDEPO ઝાલોદના જયાબેન પરમારના દાહોદ ચાકલીયા રોડ, સૃષ્ટી ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ નિવાસસ્થાને છટકુ ગોઠવ્યું હતું. તે છટકામાં CDEPO જયાબેન પરમાર 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જયાબેનને 15,000 રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ, પ્રોગ્રામ ઓફિસરના મોબાઈલ પર 15,000 રૂપિયા મળી ગયાનો મેસેજ કર્યો હતો. જ્યારે પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણની તપાસ કરતા તે રજા પર હોવાની હકીકત બહાર આવી હતી. ACBની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.