દાહોદઃ 74માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અગાઉના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ કાર્યક્રમમાં કલેક્ટર વિજય ખરાડીએ ધ્વજવંદન કર્યું હતું અને સલામી આપી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિત શિસ્તબદ્ધ ઉભેલા પોલીસકર્મીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ રિહર્સલ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
દાહોદઃ કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું
74માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શનિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ દાહોદ ખાતે સવારે 9 વાગ્યે કરવામાં આવશે. જેમાં રાજયપ્રધાન બચુ ખાબડ ધ્વજવંદન કરશે. જેથી સ્વાતંત્ર દિનની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉજવણી માટે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને રિહર્સલ કરવામાં આવ્યું હતું.
કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું
કોરોના મહામારીને કારણે સ્વાતંત્ર દિનની ઉજવણી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં કરવામાં આવશે, પરંતુ આ સમગ્ર કાર્યક્રમનું જિલ્લા માહિતી કચેરીના સોશિયલ મિડિયા પર સવારે 8.30 વાગ્યેથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ જીવંત કાર્યક્રમ જોઇને નાગરિકો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સામેલ થઇ શકશે. આ પ્રસંગે રાજય પ્રધાન બચુ ખાબડ સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારા કોરોના વોરિયર્સ અને પ્રશંસનીય કામગીરી કરનારા કર્મચારીઓનું સમ્માન કરવામાં આવશે.