દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ખાનપુર પંથકમાં દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. ધાનપુર, ગરબાડા અને લીમખેડા પંથકમાં શિકારની શોધમાં અવાર-નવાર દીપડાઓ રહેણાંક વિસ્તાર તરફ આવે છે. લીમખેડા તાલુકાના ફુલપરી ગામ નજીક દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેરાયો હતો.
દાહોદના ફુલપરી ગામમાં દીપડો પાંજરે પુરાયો - દીપડો
દાહોદ: લીમખેડા તાલુકાના ફુલપરી ગામે દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો ઘાયલ અવસ્થામાં હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને સારવાર કરી જંગલમાં છોડવામમાં આવ્યો હતો.
cage of Dahod
દીપડાના પગલે ભયના ઓથાર હેઠળ આવેલા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. દીપડાને ઝડપી જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડો ઝડપવા માટે પાંજરૂ મૂકવામાં આવ્યું હતુ.