ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં જાહેર રસ્તા પરથી યુવતીને ઉઠાવી સામૂહિક દુષ્કર્મ આચર્યુ, 4 નરાધમોને જેલભેગા કર્યા - દાહોદ ન્યૂઝ

દાહોદઃ કોલેજમાં અભ્યાસ કરી રહેલી યુવતી ઘરે જતી હતી, તે દરમિયાન તેના પૂર્વ પ્રેમી દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ. બાઈક પર રામપુરા ગામેથી પસાર થતા હતા, ત્યારે ત્રણ નરાધમોએ જંગલમાં ખેંચી લઈ જઈ યુવકને બાંધી યુવતીને લૂંટી સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનામાં પોલીસે ચારે યુવકની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.

દાહોદ
author img

By

Published : Aug 19, 2019, 9:11 PM IST

ઝાલોદ તાલુકામાં આંબા ગામે ભુરી કોતેડી ફળિયા ખાતે રહેતો અજીતભાઈ નાનુભાઈ બારીયાએ તેની પૂર્વ પ્રેમિકાને કોલેજથી ઘરે જતી વેળાએ પત્ની તરીકે રાખવાની લાલચ આપીને બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયો હતો.આ યુગલ દાહોદ તાલુકાના રામપુરા ગામે જંગલમાંથી પસાર થઈ રહ્યુ હતુ, ત્યારે સુરમલ મકનાભાઈ માવી,શૈલેષ રમસુભાઈ ડામોર,મનુભાઈ મડીયાભાઈ પલાસ,નાઓએ તેમને અટકાવ્યા હતા. મોટરસાઈકલ પર સવાર યુવક અને યુવતીને આ ત્રણેય યુવકોએ નજીકના જંગલમાં લઈ ગયા હતા. જ્યાં પહેલા અજય ઉર્ફે અજીતભાઈ નાનાભાઈ બારીયાને ઝાડ સાથે બાંધી દીધો હતો.ધમકી આપીને યુવતી ઉપર ત્રણેય યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. બાદમાં યુવક અને યુવતીને માર મારીને ફંગોળી દઈને તમામ ફરાર થઇ ગયા હતા.

દાહોદમાં જાહેર રસ્તા પરથી યુવતીને ઉઠાવી સામૂહિક દુષ્કર્મ આચર્યુ, 4 નરાધમોને જેલભેગા કર્યા

તેઓની પાસેથી માલમત્તા પણ લુંટી લીધી હતી. લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા આ ઘટનાની જાણ દાહોદ પોલિસને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. ભારે શોધખોળ બાદ દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત અજીતભાઈ નાનુભાઈ બારીયા તથા બીજા ત્રણેવ વ્યક્તિઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. દાહોદ તાલુકા પોલીસે આ સંબંધે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details