ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં વધુ 2 દર્દીઓને કોરોના પોઝીટીવ, તંત્ર થયું દોડતું - દાહોદ ન્યૂઝ

દાહોદમાં ફરી બે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવતા ફરીવાર આરોગ્ય તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે.

રુરપ
િરપિ

By

Published : Jun 2, 2020, 11:43 PM IST

દાહોદ : જિલ્લામાં ફરી બે કોરોના વાઇરસના પોઝીટીવ કેસ સામે આવતા ફરીવાર આરોગ્ય તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયુ છે.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટીવના આંકડામાં કોઈ વધારો ન થતા જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ તો લીધો હતો, પરંતુ ફરી બે કેસ સામે આવતા જિલ્લાવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. આમ, હવે કોરોનાના 36 પોઝીટીવ કેસ નોંધાયા છે અને જેમાંથી 4 કેસ એક્ટીવ છે.

છેલ્લા ઘણા દિવસોથી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ ન નોંધાતા હવે દાહોદ કોરોના મુક્ત ટુંક સમયમાં જાહેર થશેની આશા સેવાઇ હતી, પરંતુ ભિલોઈ ગામના વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતા જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ પ્રસર્યો છે.

આ વચ્ચે કુલ 111 પેન્ડીંગ રિપોર્ટના પરિણામ આવ્યા હતા. જેમાંથી બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. બાકીના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ સાથે હવે દાહોદમાં કોરોના પોઝીટીવનો આંકડો 36 પર પહોંચ્યો છે અને એક્ટીવ કેસની જો વાત કરવામાં આવે તો 4 રહ્યા છે.

આરોગ્ય તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ ભીલોઈ ગામે પહોંચી અને સેનેટાઈઝિંગ સહિતની કામગીરીમાં હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details