દાહોદઃ જિલ્લામાં સોમવારના રોજ વધુ 12 કોરોના પોઝિટિવ દર્દીઓના સમાવેશ થયો છે. આ સાથે કુલ આંકડો 1509 પર પહોંચી ગયો છે. જ્યારે સોમવારના રોજ 18 લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટીવ કેસની સંખ્યા 152 પર પહોંચી છે, ત્યારે અત્યાર સુધી કોરોનાથી 67 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દાહોદ જિલ્લામાં સોમવારના રોજ વધુ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, આંકડો 1500ને પાર - દાહોદ કોરોના કેસ
દેશ સાથે સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સોમવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના નવા 12 કેસ નોંધાયા છે.
કોરોના મહામારીના દાહોદ જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જે પૈકી હુજેફા જાેયબભાઈ માનલીવાલા, પ્રદીપકુમાર હરેન્દ્રભાઈ વાળ, સારંગ રાજેન્દ્રભાઈ દેસાઈ, સુમીતભાઈ રાજુભાઈ રામચંદ, પંચાલ હર્ષ કૃષ્ણકાંત, ડબગર ચંદ્રીકા મહેન્દ્રભાઈ, ડબગર વજ્ર મહેન્દ્રભાઈ, માવી રાજુભાઈ રૂપસીંગભાઈ, દેસાઈ પુજાબેન સ્નેહલભાઈ, બુરહાન મોહમ્મદહુસેન બોરીવાલા, મિસ્ત્રી કોમલબેન વિજયભાઈ, બારીઆ સાગરભાઈ દીલીપભાઈ. આમ, દાહોદ જિલ્લામાં મંથર ગતિએ પરંતુ કોરોના સંક્રમણનો વ્યાપ યથાવત્ રહેવા પામ્યો છે.