સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં માનસિક તાણમાં આવી એક યુવતી અને એક પરિણીત મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઇ હતી.
દાદરા નગર હવેલીમાં યુવતીએ તો, દમણના કચીગામમાં એક સંતાનની માતાએ કરી આત્મહત્યા - સંઘપ્રદેશમાં બે અપમૃત્યુના બનાવ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં માનસિક તાણમાં આવી એક યુવતી અને એક પરિણીત મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઇ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ટોકરખાડા વિસ્તારમાં આવેલા ઠાકુર કોમ્પ્લેક્ષમાં રહેતી ગાયત્રી નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે સંઘપ્રદેશ દમણના કચીગામ કંપનીમાં નોકરી કરતા અને સ્ટાફ કવાર્ટરમાં રહેતા યુવકની પત્નીએ પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નાની દમણના કચીગામ સ્થિત પીએસએલ કંપનીમાં નોકરી કરતા શીવેન્દ્રસિંહ પરિવાર સાથે કંપનીના સ્ટાફ કવાર્ટરમાં રહે છે. બુધવારે સવારે શીવેન્દ્રની પત્ની દિવ્યાનીનો તેમના જ રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતક દિવ્યાના પરિવારના સભ્યો એવો આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે, આ આપઘાત નહિં હત્યા છે. જેથી જરૂરી તપાસ કરવા માટે મેજીસ્ટ્રેટને લેખિતમાં જાણ કરી છે.