ગુજરાત

gujarat

ETV Bharat / state

મધુબન ડેમ સાઈટનો વિસ્તાર બની શકે છે, આદિવાસીઓને રોજગારી આપતું પ્રવાસન સ્થળ

સેલવાસ: ગુજરાત પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, ડાંગનું ઘટાટોપ જંગલ પ્રવાસીઓને આકર્ષતું ગુજરાતનું નજરાણું છે. એવું જ વધુ એક નજરાણું બની શકે છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને ગુજરાતની સરહદે આવેલ મધુબન ડેમ સાઈટનો વિસ્તાર, ઊંચા પર્વતો, ઘેઘુર વનરાજીથી ઘેરાયેલો આ વિસ્તાર પ્રવાસીઓના મનમોહી લેતો વિસ્તાર છે.

daman
ગુજરાતનો આ વિસ્તાર બની શકે છે, આદિવાસીઓને રોજગારી આપતું પ્રવાસન સ્થળ

By

Published : Dec 12, 2019, 7:03 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરહદ બે પ્રદેશને જોડતી સરહદ છે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર ગણાય છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને વલસાડની સરહદ પર સૌથી મોટો મધુબન ડેમ આવેલ છે. જેના એક પટ્ટામાં ગુજરાતના ગામ છે. બીજા પટ્ટામાં સંઘપ્રદેશના ગામ છે, ગુજરાતના મધુબન, રાયમલ અને નગર ગામ અહીં વસેલા છે.

ગુજરાતનો આ વિસ્તાર બની શકે છે, આદિવાસીઓને રોજગારી આપતું પ્રવાસન સ્થળ

કુદરતી સૌંદર્યથી શોભતા વિસ્તારમાં મોટી સંખ્યામાં આસપાસના પ્રવાસીઓ આવે છે, પરંતુ આ વિસ્તાર હજુ સુધી જોઈએ તેવો વિકસિત થયો નથી. ઊંચા વૃક્ષો, ઊંચા પહાડો, સર્પાકાર રસ્તાઓ, રમણીય નદી કાંઠો અને નજીકમાં સંઘપ્રદેશની સરહદ પ્રવાસીઓ માટે અહીં તમામ સુવિધા મળી શકે છે. જે એક પ્રવાસન સ્થળ પર હોવી જોઈએ.

ગુજરાતનો આ વિસ્તાર જો પ્રવાસન્ન ક્ષેત્રે વિકસિત કરવામાં આવે તો એનો ફાયદો સીધો અહીં વસતા અને ખેતી, મચ્છી મારી કરી ગુજરાન ચલાવતા આદિવાસીઓને થશે. તેઓને ઘર આંગણે જ રોજગારી મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details