લો કરો વાત! સંઘપ્રદેશનું આરોગ્ય વિભાગ વગર સાધનોએ બોર્ડર પર કરે છે કોરોનાનું ચેકિંગ
સમગ્ર દેશમાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો છે, ત્યારે સાવચેતીના પગલાં રૂપે એક મહિના પહેલાથી ધમપછાડા કરતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય વિભાગે હવે રહી રહીને બોર્ડર પર ચેકીંગ હાથ ધરવા આરોગ્ય ટીમને ખડકી દીધી છે, પરંતુ વાહનોમાં આવતા મુસાફરોને ચેકીંગ કરવા માટે એક ઇન્ફ્રારેડ ગન પણ નથી.
corona
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ગુજરાત મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો પ્રદેશ હોય હાલ તેમની તમામ સરહદો પર દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગના ડાયરેકટર વિ. કે. દાસની સૂચનાથી મુસાફરોનું ચેકીંગ હાથ ધરાયું છે. આ ચેકીંગમાં ટીમ દ્વારા વાહનચાલકોને રોકી તેઓ ફોરેન પ્રવાસે ગયા છે કે કેમ? શરદી ખાંસી છે કે કેમ તેવા સવાલો પૂછી કોરોના વાઈરસની જાગૃતિ આપી પ્રદેશમાં એન્ટ્રી અને આઉટ આપી રહ્યા છે.