કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં પોલીસ હેડક્વાર્ટ્સ અને પોલીસ સ્ટેશન સહિતની સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સરકારી કચેરીના પરિસરમાં 400થી વધુ સ્વયંસેવકોએ ઠેર-ઠેર પડી રહેલા કચરાને કચેરીની આસપાસથી દૂર કર્યો હતો. જેના કારણે તમામ સરાકરી કચેરીઓની ઈમારતો સુંદર અને રળિયામણી લાગી રહી હતી.
સેલવાસની સરકારી કચેરીમાં સમાજ સેવી સંસ્થાએ હાથ ધર્યું સફાઈ અભિયાન - DNH
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની સરકારી કચેરીમાં આજે સફાઈ અભિયાન યોજાયું હતું. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સ્વચ્છતાના પ્રેરણાશ્રોત ડૉ. શ્રી અપ્પા સાહેબ ધર્માધિકારીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષે સમાજિક સંસ્થા ડૉ. નાના સાહેબ ધર્મધિકારી પ્રતિષ્ઠાન દ્વારા સરકારી કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સેલવાસ ખાતે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયેલા સ્વચ્છતાના દૂત ડૉ. શ્રી અપ્પા સાહેબ ધર્માધિકારીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષે સમાજિક સંસ્થા ડૉ. નાના સાહેબ ધર્મધિકારી પ્રતિષ્ઠાન દ્વારા સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતાનો અનોખો સંદેશ આપવાનો હતો. ડૉ. નાના સાહેબ ધર્માંધિકારી પ્રતિષ્ઠાન સંસ્થા સેલવાસમાં અનેક સામાજિક કાર્યક્રમો યોજી સમાજ ઉપયોગી સેવા પ્રદાન કરતું રહ્યું છે. જેને અનુલક્ષીને આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને સ્વચ્છ સેલવાસનો અભિગમ દર્શાવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં સેલવાસ નગરપાલિકાના CEO મોહિત મિશ્રા સહિત સરકારી કર્મચારીઓ પણ જોડાયા હતા.