ગુજરાત

gujarat

ETV Bharat / state

મોહન ડેલકરે ભર્યું અપક્ષ ઉમેદવારી ફોર્મ, જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ - gujarat news

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપનાર મોહન ડેલકરે મંગળવારના રોજ પોતાના સમર્થકો સાથે સેલવાસ કલેકટર ખાતે લોકસભા ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે મોહન ડેલકરે જણાવ્યું હતું કે પ્રદેશમાં સમસ્યાઓ વધી છે. અને પોતાના કાર્યકર્તાઓની માંગ હતી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 10:04 AM IST

મોહન ડેલકરે મંગળવારના રોજ પોતાના નિવાસ સ્થાને જંગી જનમેદની સાથે કલેકટર કચેરી ખાતે પોતાનું ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ ભરી જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોહન ડેલકરે ભર્યું અપક્ષ ઉમેદવારી ફોર્મ


આ પ્રસંગે મોહન ડેલકરે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકોની માંગ હતી અને તે માટે પોતે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ પ્રદેશના વિવિધ 12 મુદ્દા લઈને આ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં લોકોને રોજગારી મળે, વેપાર મળે, જંગલ જમીનના હક મળે, ભાઈચારો કાયમ રહે, ઉદ્યોગોનો વિકાસ થાય એ મુખ્ય મુદ્દા સાથે તેમની સાથે જનતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું.

વધુમાં પોતાના વિજયના વિશ્વાસ સાથે મોહન ડેલકરે જણાવ્યું હતું કે, આ પ્રદેશ પાછલી સરકારમાં ખુબજ પાછળ જતો રહ્યો છે. પ્રદેશમાં અનેક સમસ્યા વધી છે. જે માટે પોતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. અને લોકોના સમર્થનથી વિજય બનશે અનેકોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ જણાવ્યું હતું કે, તેઓએ કોંગ્રેસ સાથે રહેવું છે કે મારી સાથે એ તેમનો નિર્ણય છે. અને મોટાભાગના પદાધિકારીઓ એ તેમને સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આ વખતે ભાજપના નેતા નટુભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર સાથે ખરાખરીનો જંગ જામવાનો છે. જેમાં હાલ તો મોહન ડેલકરે પોતાના શક્તિ પ્રદર્શનમાં ઉપસ્થિત જનમેદનીને જોઈને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details