મોહન ડેલકર દાદરા નગર હવેલીમાં પીઢ અને મજબૂત આદિવાસી નેતા માનવામાં આવે છે. મોહન ડેલકરે અપક્ષ તરીકે ચૂંટણી લડી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ કોંગ્રેસ, ભાજપ અને પોતાના પક્ષમાંથી ઉમેદવારી કરી પાંચ વખત લોકસભા સીટ કબ્જે કરી છે. તેમ છતાં બે ટર્મથી હારનો સામનો કર્યા બાદ આ વખતે ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડી જીત મેળવવાનો નીર્ધાર કાર્યકરો સમક્ષ કર્યો હતો. મોહન ડેલકરે કાર્યકરોને જણાવ્યું હતું કે, જો તમે સાથે છો તો અપક્ષ લડીશ અને જીત પણ મેળવીશ.
સેલવાસમાં મોહન ડેલકર અપક્ષ તરીકે લડી શકે છે ચૂંટણી - dadra nagar
સેલવાસ: સેલવાસમાં પાંચ ટર્મ સાંસદ રહી ચૂકેલા અને છેલ્લી બે ટર્મ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હારનો સામનો કરનાર મોહન ડેલકરે આ વખતે અપક્ષથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત એક સંમેલનમાં કરી હતી. દાદરાનગર હવેલીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, કાર્યકરો સાથે અપક્ષ ઉમેદવાર તરીકેની મોહન ડેલકરે જાહેરાત કરી છે.