- ડેલકર સમર્થકોના જલદ કાર્યક્રમો
- પ્રફુલ પટેલના પૂતળાને ચિતા પર સુવડાવી અગ્નિસંસ્કાર આપ્યા
- બાલદેવી સ્મશાનગૃહમાં કરાયા અગ્નિસંસ્કાર
સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ ડેલકરની આત્મહત્યા બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ડેલકર સમર્થકો દરરોજ કેન્ડલ માર્ચ યોજીને સાંસદને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તો પ્રફુલ પટેલના પૂતળા દહન કરી, અગ્નિસંસ્કાર આપીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.
સમર્થકોએ લાકડા ફટકા મારી આંખો ફોડી
દાદરા નગર હવેલીના પાટનગરમાં સાંસદ મોહન ડેલકરના સમર્થકો પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળા બાળી પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી આક્રોશ ઠાલવી રહ્યાં છે, ત્યારે રવિવારે બાલદેવી સ્મશાન ગૃહ ખાતે સ્થાનિક લોકોએ એકઠાં થઈ પ્રશાસક પ્રફુલ પટેલનું પૂતળું તૈયાર કરીને તે પૂતળાને સ્મશાન ગૃહમાં ચિતા પર સુવડાવી લાકડીઓ, પથ્થરોના ફટકા મારી, આંખો ફોડીને અગ્નિદાહ આપ્યો હતો.