ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવા શરૂ થઈ - દાદરા નગર હવેલી

કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય બે દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવ્યા હતા. તેમણે અહીં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળના પ્રોજેકટની સ્થળ મુલાકાત લઈ ઇલેક્ટ્રોનિક્સ બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવા શરૂ થઈ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવા શરૂ થઈ

By

Published : Dec 19, 2020, 12:41 PM IST

  • નિત્યાનંદ રાય દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા
  • દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવાનો કરાવ્યો પ્રારંભ
  • નિત્યાનંદ રાયે વિકાસલક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવા શરૂ થઈ

સેલવાસ: કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય સંઘપ્રદેશ દમણની એક દિવસીય મુલાકાત બાદ બીજા દિવસે દાદરા નગર હવેલી પહોંચ્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલ સાથે તેમણે પ્રદેશમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈ E-બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવા શરૂ થઈ
E-બસ સેવા, નંદઘરનું કર્યું ઉદઘાટન


વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યું. સંઘપ્રદેશ પ્રશાસક દ્વારા ગૃહ રાજ્યપ્રધાનના સ્વાગત બાદ અટલ અક્ષય પાત્ર રસોડાની મુલાકાતે લઈ જવાયા હતા. ત્યારબાદ સેલવાસમાં બનાવવામાં આવેલા નંદઘરનું ઉદઘાટન કરાવ્યું હતું. જ્યાંથી ગૃહ રાજ્યપ્રધાન પ્રશાસક અને પ્રશાસનીક અધિકારીઓના કાફલા સાથે દાંડુલ ફળિયા પહોંચ્યા હતાં. અને અહીં ઈલેક્ટ્રોનિક બસનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત નમો મેડિકલ કોલેજના નિર્માણ કાર્યનું, પ્રધાનમંત્રી આવાસનું નિરિક્ષણ કર્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઈ-બસ સેવા શરૂ થઈ
PM આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી આપીપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનોનું નિરીક્ષણ કરીને નિત્યાનંદ રાયના હસ્તે લાભાર્થીઓને મકાનની ચાવીઓ સુપ્રત કરવામાં આવી હતી. ત્યાંથી ખાનવેલ ફોરેસ્ટ રેસ્ટહાઉસ પર અને તે બાદ આંબોલી ખાતે ગીર ગાયને પાળનારા પશુપાલકો, મશરૂમની ખેતી કરનારા ખેડૂતો સાથે વાતચીત કરી હતી સીંધોની ચેકડેમનું પણ નિરીક્ષણ કર્યું હતું. વહેલી સવારથી સાંજ સુધી દાદરા નગર હવેલીમાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ અને ઉદ્ઘાટન કર્યા બાદ ગૃહ રાજ્યપ્રધાને સિંધોની ચેકડેમનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી પરત સેલવાસ આવી રવાના થયા હતા.

ABOUT THE AUTHOR

...view details