ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime in Dadra Nagar Haveli: સેલવાસ પોલીસ દ્વારા એક વર્ષમાં ચોરાયેલ 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા - Crime in Dadra Nagar Haveli

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી(Union Territory Dadra Nagar Haveli) પોલીસે 90 જેટલા મોબાઇલ ફોન સાથે 4 સગીરોને ઝડપી પાડ્યા બાદ તેમની પાસેથી જપ્ત કરેલ ફોનને તેમના મૂળ માલિકોને સુપ્રત કર્યા હતાં. દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ દ્વારા એક વર્ષમા 295 નંગ મોબાઈલ જેની અંદાજીત કિંમત 42લાખ રૂપિયા જેને અલગ અલગ રાજ્યમાથી રીકવર કરવામા આવ્યા છે.

Crime in Dadra Nagar Haveli: સેલવાસ પોલીસ દ્વારા એક વર્ષમાં ચોરાયેલ 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા
Crime in Dadra Nagar Haveli: સેલવાસ પોલીસ દ્વારા એક વર્ષમાં ચોરાયેલ 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

By

Published : Apr 1, 2022, 9:04 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Union Territory Dadra Nagar Haveli)પોલીસે 90 જેટલા મોબાઇલ ફોન સાથે 4 સગીરોને ઝડપી પાડ્યા બાદ તેમની પાસેથી જપ્ત કરેલ ફોનને(Seized phone) તેમના મૂળ માલિકોને સુપ્રત કર્યા(Submitted to original owners) હતાં. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસવડા(District Police Head) હરેશ્વર સ્વામી એ વિગતો આપી હતી કે, એક વર્ષ દરમિયાન કુલ 43 લાખની કિંમતના 295 મોબાઇલ ફોન્સ કબ્જે કરવામાં પોલીસને સફળતા મળી છે.

દાદરા નગર હવેલી જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ પોલીસ હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદ બોલાવી હતી.

સગીરોની પાસેથી ચોરીના 90 મોબાઈલ ફોન કબ્જે કર્યા - દાદરા નગર હવેલી જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ પોલીસ હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદ(Press Conference) બોલાવી હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી પોલીસને મળેલી મોબાઈલ ચોરીની ફરિયાદો(Mobile theft complaints) આધારે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત હાલમાં 4 સગીરોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 90 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે.

પોલીસે 90 જેટલા મોબાઇલ ફોન સાથે 4 સગીરોને ઝડપી પાડ્યા બાદ તેમની પાસેથી જપ્ત કરેલ ફોનને તેમના મૂળ માલિકોને સુપ્રત કર્યા હતાં.

આ પણ વાંચો:Mobile Found In Jamnagar Jail : જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલો મળ્યાં, જાણો ક્યાંથી અને કોની પાસેથી મળ્યાં

એક વર્ષમાં 42 લાખનાં 295 મોબાઇલ ફોન્સ કબ્જે કરવામાં સફળતા મળી -જિલ્લા પોલીસવડાએ વધુમાં ઉમેર્યું હતું કે, 31 માર્ચ 2022 નાં ત્રીજા લૉટમાં આ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. 90 મોબાઇલ ફોનની કીમત અંદાજિત 13.60 લાખ છે. એ અગાઉ 23 જુલાઈ 2021 નાં બીજા લૉટમાં 13.40 લાખના 102 મોબાઈલ ફોન અને 13 અપ્રિલ 2021 નાં પહેલા લૉટમાં 15 લાખના મોબાઈલ ફોન મળી એક વર્ષ દરમિયાન કુલ 42 લાખનાં 295 મોબાઇલ ફોન્સ કબ્જે કરવામાં સફળતા મળી છે.

મોબાઇલ ફોન સાથે 4 સગીરોને ઝડપી પાડ્યા બાદ તેમની પાસેથી જપ્ત કરેલ ફોનને તેમના મૂળ માલિકોને સુપ્રત કર્યા હતાં.

આ પણ વાંચો:Interstate Fraudster Caught : મહાનુભાવોના નામે વેપારીઓને ફોન કરી ઠગાઈ કરતો રાજસ્થાનનો મહાઠગ ઝડપાયો

90 ફરિયાદીઓને તેમના ફોન પરત આપ્યા - પોલીસવડાએ જણાવ્યું હતું કે અહીં 90 ફરિયાદીઓને તેમના ફોન પરત કરવામાં આવી રહ્યા છે. પકડાયેલા 4 આરોપીઓ સગીરા વયના હોવાનાં કારણે તેમની ઓળખ અમે જાહેર નથી કરી. SPએ એવું પણ જણાવ્યું હતું કે DIGનાં માર્ગદર્શનમાં અમે તપાસ દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ બધા ફોન UP, બિહાર, MPથી કબ્જે કર્યા છે. આ જપ્ત મોબાઇલમાં ચોરાએલા, સ્નેચિંગ, ખોવાયેલ ફોન્સ શામેલ છે.

લીસવડાએ જણાવ્યું હતું કે અહીં 90 ફરિયાદીઓને તેમના ફોન પરત કરવામાં આવી રહ્યા છે. પકડાયેલા 4 આરોપીઓ સગીરા વયના હોવાનાં કારણે તેમની ઓળખ અમે જાહેર નથી કરી.

મોબાઇલ ફોન ચોરીમાં કુખ્યાત અપરાધીઓ સામેલ -ઉલ્લેખનીય છે કે SP હરેશ્વર સ્વામી દ્વારા 21ફેબ્રુઆરી 2021ના રોજ ખોવાયેલા, છીનવાઈ ગયેલ અને ચોરી થયેલ મોબાઈલ ફોનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ટીમ આઇટી સેલના પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવી હતી જેઓ દ્વારા મોબાઈલ ફોન શોધવામા સફળતા મળી હતી સંઘપ્રદેશ સાથે અન્ય રાજ્ય ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, બિહાર, ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાથી ડીજીટલ સર્વેલન્સ અને ગુપ્ત સાધનો દ્વારા કેટલાક કુખ્યાત અપરાધી મોબાઈલ ફોનની ચોરીમા સામેલ જોવા મળ્યા હતા જેઓની ધરપકડ કરવામા આવી હતી.

ABOUT THE AUTHOR

...view details