ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે 28માંથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી - છોટા ઉદેપુર નગરપાલિકા

છોટા ઉદેપુર જિલ્લાની એકમાત્ર છોટા ઉદેપુર નગરપાલિકાની સત્તાના ઉચ્ચ હોદ્દા પર બેસેલા પાલિકાના પ્રમુખ નરેન જયસ્વાલ સામે સોમવારના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. છોટા ઉદેપુર પાલિકાના કુલ 28માંથી 25 સભ્યોએ સોમવારના રોજ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે.

છોટા ઉદેપુર
છોટા ઉદેપુર

By

Published : Jan 18, 2021, 6:12 PM IST

  • છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
  • 28માંથી 25 સભ્યો એ અવિશ્વાસની દરખાસ્ત કરી
  • ઉપપ્રમુખ પણ દરખાસ્ત કરવામાં સામેલ

છોટા ઉદેપુર: હાલમાં નગરપાલિકામાં BSP, કોંગ્રેસ અને અપક્ષનું બોર્ડ છે. ત્યારે ખુદ BSPના જ ઉપપ્રમુખ, કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ સહિત BSP, કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના 25 સભ્યોએ પ્રમુખને હટાવા માટે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત કરનારાઓના જણાવ્યા મુૃજબ, સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પ્રમુખ વહીવટ કરે છે. તેથી પ્રમુખને હોદા પરથી દૂર કરવાની તજવીજ કરી છે.

છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે 28માંથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી

નારેન જયસ્વાલે ષડયંત્ર રચાયું હોવાનો આરોપ લગાવ્યો

છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ નારેન જયસ્વાલના જણાવ્યા મુજબ, આ આરોપ પાયાવિહોણા છે. બિલ્ડર લોબી તેમજ રેતી માફિયાઓને તાબે ન થઇ તેમના ગેરકાયદેસર કામો નથી કર્યા, જે કારણે તેમની સામે ષડયંત્ર રચાયું હોવાનો આરોપ પણ નારેન જયસ્વાલે લગાવ્યો છે. હાલ આ અવિશ્વાસની દરખાસ્તને પસાર કરવાનો સમય 15 દિવસનો છે. ત્યારે આવનારા સમયમાં પાલિકાના સત્તાનું સુકાન કોણ સભાળે છે. તેના પર હાલ સૌકોઇની નજર છે.

ABOUT THE AUTHOR

...view details