છોટાઉદેપુરની મણીબેન પટેલ કન્યા વિદ્યાલયમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા કવચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને પોતાનાં સ્વબચાવ માટેના કરતબો બતાવામાં આવ્યા હતા. તેમજ કવચનું પેમ્પલેટનું વિતરણ કરવામાં અવાયું હતું. જેમાં ગુડ ટચ, બેડ ટચ, અંગત સુરક્ષાની 8 ટિપ્સ આપવામાં આવી હતી. તેમજ પ્રોજેક્ટર દ્વારા સેલ્ફ ડિફેન્સનો વીડિયો બતાવામાં આવ્યો હતો.
છોટાઉદેપુરની કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે કવચ પ્રોગ્રામનું આયોજન કરાયું
છોટાઉદેપુરઃ સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં પણ વધતા જતા દુષ્કર્મના ગુનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે દરેક જિલ્લામાં કવચ નામના પ્રોગ્રામ કરવામાં આવી રહયા છે. તે સંર્દભે છોટા ઉદેપુરમાં આવેલી ગર્લ્સ સ્કૂલ મણીબેન પટેલ કન્યાવિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઓફિસર ભારતીબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કવચ પ્રોગ્રામ
આ કાર્યક્રમાં ભારતીબેન, DYsP ,સેલ્ફ ડિફેન્સની ટીમ ઉપસ્થીત રહ્યા હતા. જેમનું સ્કૂલના પ્રિન્સિપાલ શેલીબેન પંડયાએ સ્વાગત કર્યું હતું.